બાઈક ડિવાઈડર સાથે અથડાતા નીચે પડેલા યુવાન ઉપર ટ્રક ફરી વળતા મોત

- text


હળવદ હાઇવે ઉપર જીઆઇડીસી નજીક ગતરાત્રે ધ્રાગધ્રાથી હળવદ તરફ આવતી વખતે બે યુવાનોને નડ્યો અકસ્માત

હળવદ : હળવદ હાઇવે ઉપર જીઆઇડીસી નજીક ગતરાત્રે ધ્રાગધ્રાથી હળવદ તરફ આવતી વખતે બે યુવાનોને અકસ્માત નડ્યો હતો.જેમાં આ ડબલસવાર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે માંથી એક યુવાન નીચે પડી જતા પાછળ આવી રહેલો ટ્રક તેની ઉપર ફરી વળતા આ યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

- text

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ હાઇવે ઉપર જીઆઇડીસી પાસે નવજીવન વિકલાંગ સામે હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાસે રહેતા બે યુવાનો ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ બાઈક લઈને ધ્રાગધ્રાથી હળવદ તરફ આવી રહ્યા હતા. ત્યારે આ ડબલસવાર બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા બાઇકમાં સવાર એક યુવાન અશોકભાઈ દિલીપભાઈ રાજપરા (રહે, હળવદ બસ સ્ટેન્ડ પાછળ) વાળો બાઈક ઉપરથી રોડ ઉપર નીચે પટકાયો હતો કે તરત જ પાછળ પુરપાટ ઝડપે આવી રહેલો યમદૂત સમાન ટ્રક આ રોડ ઉપર પડેલા યુવાન ફરી વળતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બીજો યુવાન કેશાભાઈ કાનાભાઈ પરમારને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવને પગલે ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.

- text