મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોનું રજીસ્ટ્રેશન નહિ કરનારા વધુ પાંચ કોન્ટ્રાક્ટરો પોલીસની ઝપટે

- text


મોરબી : મોરબીમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એસ્યોર વેબ સાઇટ બનાવી તેમાં સ્થાનિક ઉધોગકારો અને કોન્ટ્રાકટરોને પોતાના શ્રમિકોનું રજી. કરવાની કડક સૂચના આપી હોવા છતાં આ નિયમનો અમલ ન થતા પોલીસે આ અંગે ધડાધડ ગુન્હાઓ નોંધી કાર્યવાહી કરી છે. એસ્યોર વેબ સાઇટ ઉપર પરપ્રાંતિય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહિ કરનારા પાંચ કોન્ટ્રાકટર-ઉધોગકારો સામે કાર્યવાહી કરાઈ છે.

વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાકટર પ્રવીણભાઇ વાઘજીભાઇ સુમેસરા ઉ.વ-૩૭ ધંધો-કોન્ટ્રાકટર રહે-વાંકાનેર આંબેડકર નગર શેરી નંબર-૨ વાંકાનેર સામે ઢુવા જયસન સીરામીક કારખાનામાં પોતાની નીચે કામ કરતા શ્રમિકોનું MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહિ કરવી જાહેરનામાંનો ભંગ કરતા તેની અટકાયત કરી છે.

બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે કોન્ટ્રાક્ટર સંજયભાઇ મગનલાલ મારવણીયા ઉવ.૩૭ ધંધો કોન્ટ્રાક્ટર રહે. વૈભવનગર બ્લોક નં.૨૮ મોરબીવાળા સામે ઢુવા બોફો સીરામીક કારખાનામાં MORBI ASSURED એપ્સ.માં પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન નહિ કરાવી જાહેરનામાંનો ભંગ કર્યાનો ગુન્હો નોંધી તેને ઝડપી લીધો હતો.

ત્રીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી રેનીશભાઇ રહીમભાઇ પંજવાણી ઉ.વ-૨૬ ધંધો-વેપાર રહે-કુબેર નગર અક્ષર ધામ પાર્ક મોરબીવાળા સામે મોરબી માળીયા હાઇવે રોડ સોખડા ગામના પાટીયા પાસે જી.એ.બી.ની સામે સુનીલ એન્ટર પ્રાઇઝ (સ્પેનીટો) સીરામીક પાવડર કારખાનામાં આરોપીએ પોતાના નીચે કામ કરતા મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી કે MORBI ASSURED નામની APP રજી નહી કરાવી જાહેરનામાનો ભંગ કરતા તેને ઝડપી લીધો હતો.

- text

ચોથા બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી જયસુખભાઇ વિઠલભાઇ ભાલોડીયા ઉ.વ-૩૪ ધંધો-વેપાર રહે-ચાચાપર તા-જી-મોરબીવાળા સામે મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામની સીમ નેકસોન સીરામીકના કારખાનાની સામે ઓ.એસ.પી સીરામીક નામના ટાઇલ્સ કટીંગના કારખાનામાં આરોપીએ પોતાના નીચે કામ કરતા મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી કે MORBI ASSURED નામની APP રજી નહી કરાવી જાહેરનામાનો ભંગ કરતા તેને ઝડપી લીધો હતો.

પાંચમા બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી પ્રવિણભાઇ રવજીભાઇ ફુલતરીયા ઉવ. ૩૮ ધંધો-વેપાર રહે-ફ્લોરા સો.સા. મોરબી -૨વાળા સામે મોરબી માળીયા હાઇવે રોડ સોખડા ગામના પાટીયા પાસે જી.એ.બી.ની સામે સુકન માઇકરો મીનરલ એલ.એલ.પી.સીરામીકના પાવડર કારખાનામાં આરોપીએ પોતાના નીચે કામ કરતા મજુરોના કોઈ પણ જાતના આધાર કે આઈ.ડી.પ્રુફ પોતાની પાસે નહી રાખી કે MORBI ASSURED નામની APP રજી નહી કરાવી જાહેરનામાનો ભંગ કર્યાનો ગુન્હો નોંધી તેને ઝડપી લીધો હતો.

- text