મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેતી મોરબી એસઓજી

- text


આરોપીની પૂછપરછમાં કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત આપી

મોરબી : મોરબીમાં યુવાધનને માદક દ્રવ્યના નશાની લતમાં બરબાદ કરવાના ઇરાદે એક શખ્સ બાઈક ઉપર માદક પદાર્થ રાખી વેચાણ કરતો હોવાની ટીપ મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવીને આ આરોપીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સ કોની પાસેથી લીધું અને કોને કોને વેચતો હતો તે સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે આ આરોપીની કડક પૂછપરછ કરતા તેણે કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત આપી છે.

- text

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો એટલે ડ્રગ્સના કેસો શોધવા માટે સુચના આપતા આ દિશામાં એસઓજીના પો.ઇન્સ જે.એમ.આલ તથા પો.સ.ઇ. પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હતો. તે દરમ્યાન તા.૧૬ના રોજ HC મહાવીરસિંહ પરમારને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે, આરોપી સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા ઉ.વ.૨૮ રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી વાળો પોતાના હવાલા વાળા બાઈક નં. GJ03HP4047 વાળામાં પોતાની પાસે માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે આ આરોપીને માદક પદાર્થ મેફેડ્રોન વજન ૬.૮૮૦ ગ્રામ કિ.રૂ.૬૮,૮૦૦ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦૦ તથા બાઈક કી.રૂ.૩૫૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૩,૮૦૦ જપ્ત કર્યો હતો. આ આરોપીની પૂછપરછમાં કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા આ બન્ને આરોપીઓ સામે એન.ડી.પી.એસ.હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text