મોરબી જિલ્લામાં લિમ્પિ વાયરસનો ઉત્પાત વધ્યો, 15 દિવસમાં 130 કેસ

- text


ગઈકાલે એક દિવસમાં લિમ્પિ વાયરસના 12 કેસ નોંધાયા, જિલ્લામાં સૌથી વધુ લિમ્પિ વાયરસથી મોરબી અને ટંકારા પ્રભાવિત

મોરબી : ખાસ કરીને પશુઓ અને એમાંય ગૌવંશને સૌથી વધુ અસર કરતા ખતરનાક લિમ્પિ વાયરસે હમણાંથી મોરબી જિલ્લામાં જબરો ઉત્પાત મચાવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં આ રોગચાળામાં જબરદસ્ત ઉછાળો આવતા છેલ્લા 15 દિવસમાં 130 જેટલા કેસ સામે આવ્યા છે અને મોરબજ જિલ્લામાં સૌથી વધુ લિમ્પિ વાયરસથી મોરબી અને ટંકારા પ્રભાવિત હોવાનું પણ સામે આવ્યું છે.

મોરબી જિલ્લાના પશુપાલન અધિકારી ફળદુંના જણાવ્યા મુજબ મોરબીમાં પંદરેક દિવસ પહેલા મોરબી તાલુકાના બરવાળા ગામેથી લિમ્પિ વાયરસની એન્ટ્રી થઈ હતી. બરવાળા ગામે પાંચ જેટલી ગાયમાં આ રોગ જોવા મળ્યા બાદ તાત્કાલિક રસીકરણ કર્યું હતી. પણ મોરબી જિલ્લામાં બરવાળા ગામથી શરૂ થયેલા લિમ્પિ વાયરસે હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને છેલ્લા 15 દિવસમાં 130 કેસ જ્યારે ગઈકાલે એક જ દિવસમાં લિમ્પિ વાયરસના 12 કેસ નોંધાયા હતા.જેમાં ટંકારાના આઠ ગામોમાં ગાયમાં આ રોગ જોવા મળતા રસીકરણ કરાયું હતું.

- text

જ્યારે જિલ્લાના કુલ 130 કેસમાં આ રોગની ત્રણ તાલુકા મોરબી, હળવદ અને ટંકારામાં અસર થઈ છે.જો કે હળવદના બે કે ત્રણ કેસ છે. બાકીના બધા કેસ મોરબી અને ટંકારાના છે. લિમ્પિ વાયરસનો ગંભીર રીતે વધતો ફેલાવો ધ્યાને લઈને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમ જેમ કેસ સામે આવતા રહે તેમ તેમ પુરજોશમાં રસીકરણ થઈ રહ્યું છે.

- text