રહેણાક મકાનના ફળિયામાં દાટેલો દારૂ હળવદ પોલીસે ઝડપી લીધો

- text


90 બોટલ દારૂ મળી કુલ 37,900 ના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

હળવદ : હળવદ તાલુકાના ખોડ ગામે રહેણાંક મકાનના ફળિયામાં જમીનમાં દાટેલો દારૂ હળવદ પોલીસે ઝડપી લીધો છે. પોલીસે 90 બોટલ દારૂ સહિત રૂપિયા 37,955 ના મુદ્દા માલ સાથે એકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ આજે મોડી સાંજના હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા વીરુભાઈ કેશાભાઇ પાટડીયા પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ઇંગ્લિશ દારૂની બોટલો જમીનમાં દાટી દઈ છાણા ખૂણે વેપલો કરતા હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી.

- text

જેથી પોલીસે ખોડ ગામે આરોપી વીરુના ઘરે ફળિયામાં ખોદકામ કરતા જુદી જુદી 90 દારૂની બોટલો મળી આવી હતી પોલીસ દ્વારા રૂપિયા 37,955ના મુદ્દામાલ સાથે આરોપી વીરુ કેશા પાટડીયા ની અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એમ સોલગામા,દેવેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઈ જાદવ,બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા,કમલેશભાઈ પરમાર સહિતનાઓ રોકાયા હતા

- text