લલિત કગથરાને સત્કારવા હળવદથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાશે

- text


 

હળવદમાં જિલ્લા કોંગ્રેસની બેઠક યોજાઈ : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં જોડાશે

હળવદ : ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે મોરબી ખાતે આગામી તારીખ 19 જુલાઈના રોજ કોંગ્રેસ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ તાલુકે તાલુકે બેઠકો યોજી રહ્યા છે

લલિત કગથરાને સત્કારવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા 19 જુલાઈના રોજ સવારે 10 કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું છે. જેથી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દરેક તાલુકે તાલુકે બેઠકો કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને આ બાઈક રેલીમાં ઉમટી પડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈ છે

- text

હળવદ સર્કિટ હાઉસ ખાતે આજે આ રેલીને લઇ યોજાયેલ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ,પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા,હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે. એમ રાણા,હેમાગભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને હળવદ થી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાશે તેમ જણાવ્યું હતું.

- text