રેસિપી અપડેટ : ઘરે ક્રિસ્પી દાળવડા બનતા ન હોવાની ફરિયાદ કરતી બહેનો ખાસ નોંધી લે આ રેસીપી

- text


વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ પહેલું નામ દાળવડાનું આવે છે. ગરમાગરમ દાળવડા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવે છે. આથી વરસાદની સિઝન શરૂ થતા જ દાળવડાની લારી પર ખૂબ ભીડ જોવા મળે છે. પરંતુ જો તમારે ભીડમાં ન જવું હોય અને ઘરે બેસીને જ ક્રિસ્પી દાળવડા ખાવા હોય તો અમે તમને આજે જણાવીશું દાળવડાની ખાસ રેસીપી. અનેક લોકોની ફરિયાદ હોય છે કે દાળવડા બહાર જેવા ક્રિસ્પી બનતા નથી. આમ, જો તમારાથી પણ દાળવડા બરાબર બનતા નથી તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો ક્રિષ્પી દાળવડા…


સામગ્રી:-

500 ગ્રામ મગની દાળ
ચપટી હિંગ
આદુની પેસ્ટ
લીલા મરચા
મીઠું
નાનો કટકો આદુ
તેલ


બનાવવાની રીત:-

દાળવડા બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને આખી રાત પાણીમાં પલાળી લો. ત્યારબાદ બીજા દિવસે સવારમાં મિક્સરમાં અધકચરી દાળ વાટી લો અને એમાં થોડુ મીઠું ઉમેરો.

- text

હવે આમાં આદુની પેસ્ટ, ઝીણા સમારેલા મરચા અને ચપટી હિંગ નાંખો. ત્યારબાદ એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

તેલ ગરમ થઇ જાય એટલે ખીરામાંથી એક-એક દાળવડા મુકતા જાવો. આછા બ્રાઉન રંગના થાય એટલે ઝારાની મદદથી દાળવડા કાઢી લો.

જો તમને દાળવડામાં તેલ બહુ લાગે છે તો તમે પેપર મુકી શકો છો. પેપર પર દાળવડા મુકવાથી બધુ તેલ ચુસાઇ જશે. તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી દાળવડા.

આ દાળવડા સાથે ખાવા માટે લાંબી-લાંબી ડુંગળીની ચીરી કરો અને એમાં ઉપરથી મીઠું નાંખો. થોડા આખા લીલા મરચા પણ તળી લો.

દાળવડા સાથે લીલા મરચા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. જો તમે આ રીતે દાળવડા બનાવશો તો ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને ક્રિસ્પી પણ બનશે. તમારા ઘરમાં તીખુ વઘારે ખાવામાં આવે છે તો તમે દાળવડાના ખીરામાં લીલા મરચાની પેસ્ટ વધારે એડ કરજો. જેથી કરીને તીખાશ મસ્ત આવે.


- text