આજે ગુરૂપૂર્ણિમાઃ આપણા જીવનમાં ગુરૂનું મહત્વ શું છે ? જાણો ગુરૂનો મહિમા

- text


ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. દર વર્ષે અષાઢી પૂર્ણિમાના દિવસને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરૂ પૂર્ણિમા 13 જુલાઈ એટલે કે આજે છે. આજના દિવસે શિષ્યો પોતાના ગુરૂની પૂજા કરે છે અને તેમને ભેટ આપે છે. ગુરુપૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક જેમના જીવનમાં ગુરૂ નથી, તેમના માટે ગુરૂનાં ચરણ સ્વીકારવા માટે અને જે ગુરૂના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સર્મિપત કરવા માટે. ગુરૂ, પિતા, માતા, શિક્ષક કોઈપણ હોઈ શકે.

‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરુ છે. આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા-અજાણ્યા ગુરૂ હોય છે, જેમાં આપણા માતા-પિતાનુ સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. પરંતુ અસલમાં ગુરૂનો સંબંધ શિષ્ય સાથે હોય છે ન કે વિદ્યાર્થી સાથે. આશ્રમોમાં ગુરૂ-શિષ્ય પરંપરાનુ પાલન થતું રહ્યુ છે.

ગુરૂ શું છે, કેવા છે અને કોણ છે એ જાણવા માટે તેમના શિષ્યોને જાણવા જરૂરી હોય છે અને એ પણ કે ગુરૂને જાણવાથી શિષ્યોને જાણી શકાય છે, પરંતુ આવુ ફક્ત એ જ કરી શકે છે જે પોતે ગુરૂ કે શિષ્ય છે. ગુરૂએ છે જે સમજી-પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ છે જે સમજી ઓળખીને ગુરૂ બનાવે છે.

સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર(વિવેકાનંદ) મારો શિષ્ય થઈ જાય કારણ કે રામકૃષ્ણ પરમહંસ જાણતા હતા કે આ એ વ્યક્તિ છે જે ફક્ત થોડો ધક્કો આયો કે ધ્યાન અને મોક્ષના માર્ગ પર દોડવા માંડશે.

પરંતુ સ્વામી વિવેકાનંદ બુદ્ધિવાદી વ્યક્તિ હતા અને પોતાના વિચારોના પાક્કા હતા. તેમણે રામકૃષ્ણ પરમહંસ એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા જે કોરી કલ્પનામાં જીવનારા એક મૂર્તિપૂજકથી વધુ કંઈ નહી. તેઓ રામકૃષ્ણ પરમહંસની સિદ્ધિઓને એક મદારીના ચમત્કારથી વધુ કશુ જ નહોતા સમજતા. છતા તેઓ પરમહંસના ચરણોમાં નમી પડ્યા કારણ કે છેવટે તેઓ જાણી ગયા હતા કે આ વ્યક્તિમાં કોઈ એવી વાત છે જે બહારથી જોવામાં નજર નથી આવતી.

ટૂંકમાં એ જાણવુ જરૂરી છે કે આપણે કોણે ગુરૂ બનાવી રહ્યા છીએ, કોઈના વિચારોથી, ચમત્કારોથી કે તેની આસપાસ ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને તેને ગુરૂ તો નથી બનાવી રહ્યા ને, જો આવું હોય તો આપ યોગ્ય માર્ગ પર નથી. ગુરૂ અને શિષ્યની પરંપરાના આવા અનેક ઉદાહરણ છે, જેના વિશે જાણીને કહી શકીએ કે ગુરૂને શિષ્ય અને શિષ્યને ગુરૂ બનાવવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ગુરૂનો મહિમા
ઓશો કહે છે ગુરૂનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે,પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે.

- text

ગુરૂ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

શ્રી ગુરૂ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરૂદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરૂવે નમઃ ||
“ગુરૂ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો બતાય “

અર્થાત,ગુરૂની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરૂએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.
આ દિવસોમાં વેદોના સંકલનકર્તા અને પુરાઓના રચયિતા કૃષ્ણદ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસસ જીનો જન્મદિવસ માનવામાં આવે છે. પુરાણોના રચયિતા હોવાના કારણે તેમને પ્રથમ ગુરૂ હોવાનું સન્માન મળ્યું છે અને તેમના જન્મદિવસને ગુરુપૂર્ણિમાના રુપમાં મનાવવામાં આવે છે.

ગુરૂ ના હોય તો શું કરવું ?

આ દિવસે તમે તમારા ગુરૂ અને ટીચર્સ પ્રત્યે પણ આભાર વ્યક્ત કરી શકો છો. જો તમે કોઈને તમારો આધ્યાત્મિક ગુરૂ નથી બનાવ્યા તો તમે વેદ પુરાણ અને શાસ્ત્રોની પણ પૂજા કરી શકો છો. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યા પછી પહેલીવાર પોતાના શિષ્યોને પુરાણોનુ જ્ઞાન આપ્યુ હતુ. તેથી આ અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા કહે છે.
સંત કબીરના ગુરુ મહિમાના પ્રસિદ્ધ દોહા
कुमति कीच चेला भरा, गुरु ज्ञान जल होय |
जनम – जनम का मोरचा, पल में डारे धोया ||

કુબુદ્ધિ રૂપી કીચડથી શિષ્ય ભરેલો છે, ગુરૂનું જ્ઞાન પાણી છે. એમાં એનું સામર્થ્ય છે કે તે શિષ્યોના જન્મ જન્મનું જ્ઞાન પલ ભરમાં દુર કરે છે.
गुरु कुम्हार शिष कुंभ है, गढ़ि – गढ़ि काढ़ै खोट |
अन्तर हाथ सहार दै, बाहर बाहै चोट ||

માટીના વાસણ સમાન શિષ્ય માટે ગુરૂ કુંભારની જેમ હોય છે. જેમ કુંભાર માટીના ઘડાનું નિર્માણ સમયે અંદરથી સહારો આપીને બહાર આકાર આપીને એને તૈયાર કરે છે. એની જેમ ગુરૂ પણ શિષ્યને આંતરિક રૂપથી મજબુત કરીને એની બહારની બધી ખરાબીઓને નષ્ટ કરે છે.

- text