ટંકારામાં બે સ્થળે જુગાર રમતા 11 ઝડપાયા

- text


ચાલુ વરસાદે રમાતા જુગાર ઉપર પોલીસે તવાઈ ઉતારી

ટંકારા : મોરબી જિલ્લા ગઈકાલે ચાલુ વરસાદ દરમિયાન કેટલાક સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે તવાઈ ઉતારી હતી..જેમાં ટંકારા પોલીસે બે અલગ અલગ સ્થળે જુગાર રમતા 11ને ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસે ગઈકાલે મિતાણા ગામે હનુમાનજીના મંદીર નજીક આવેલા બંધ મકાન પાસે જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી, ભરતભાઇ ખીમજીભાઇ વાંક, શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા, હિરાભાઇ મેઘજીભાઇ પારઘી, મોહનભાઇ નથુભાઇ પારઘી, રહીમભાઇ ઓસમાણભાઇ રત્નાને પ્લાસ્ટીકના છાપરામાં ટોર્ચ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રોકડ રૂપીયા ૧૩,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text

જ્યારે બીજા દરોડામાં ટંકારા પોલીસે ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપુજક વાસમા જુગાર રમતા કૈલાશ વેરશીભાઇ વીકાણી, વિપુલ વિજયભાઇ વિકાણી, બહાદુર મગનભાઇ વિકાણી, મનોજ મહેશભાઇ વિકાણી, દશરથ મેશનભાઇ વિકાણીને જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વળે હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ રોકડ રૂપીયા ૫૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text