રૂ.1 લાખ પટ્ટમાં મૂકી પત્તા ટીંચીને નશીબ અજમાવતા બે શખ્સોને એલસીબીએ ઝડપ્યા

- text


 

ટંકારા : લજાઈ ગામે એલસીબીની ટીમે દરોડો પાડીને પત્તા ટીંચી નશીબ અજમાવતા બે શખ્સોને રૂ. ૧.૦૨ લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીએ લજાઇ ગામની સીમમાં ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના અને પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી રમેશભાઇ તળશીભાઇ પટેલ તથા જગદિશભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. બન્ને મોરબી વાળાઓને રોકડા રૂ. ૧,૦૨,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, તથા AHTU મોરબીના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.

- text