ભંગારના ડેલામાં જુગાર રમતા છ લોકો રોકડા રૂ. 1.11 લાખ સાથે ઝડપાયા

- text


ભંગારના ડેલામાં જુગાર રમતા છ લોકો રોકડા રૂ. 1.11 લાખ સાથે ઝડપાયા

મોરબી : મોરબીના સામાકાંઠા ઇન્દિરા નગરમાં ભંગારના ડેલામાં જુગાર રમતા છ લોકોને મોરબી એલસીબી પોલીસે રંગે હાથે ઝડપી જુગારીઓ પાસેથી 1,11, 500ની રોકડ રકમ ઝપ્ત કરી હતી.

મોરબી એલસીબીના HC ચંદુભાઇ કાણોતરા તથા PC તેજશભાઇ વિડજા, સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે મોરબી-2માં ઇન્દીરાનગર, શેરી નં.-૦૨માં આવેલ ભંગારના ડેલાની ઓરડી ખાતે રેઇડ કરતા આરોપી (૧) મનીષભાઇ ભાણજીભાઇ પટેલ રહે. નવીપીપળી (૨) અશોકભાઇ ગાંડુભાઇ પટેલ રહે માનગઢ, તા. હળવદ (૩) રોહિતભાઇ જયંતિભાઇ પટેલ રહે. નવીપીપળી (૪) પરેશભાઇ મહાદેવભાઇ પટેલ રહે. નવીપીપળી (૫) દિનેશભાઇ બાલજીભાઇ પટેલ રહે. નવીપીપળી (૬) હરસુખભાઇ ગાંડુભાઇ પટેલ રહે નવીપીપળી તા.જી.મોરબી વાળાઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે છ જુગરીને રોકડા રૂ.૧,૧૧,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી મોરબી સીટી બી ડિવી. પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૪-૫ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

- text

જુગારના આ દરોડાની કામગીરી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. (પેરોલફર્લો સ્કવોડ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

- text