રાજ્ય સરકાર દ્વારા યુવા ઉત્સવનું આયોજન : 5 ઓગસ્ટ સુધી થઈ શકશે રજીસ્ટ્રેશન

- text


 

મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર- યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાનાર છે. જેમાં ૧૫થી ૨૯ વર્ષની વયજૂથમાં ત્રણ વિભાગ રહેશે. :- (૧) ૧૫ થી ૨૦ વર્ષ “અ” વિભાગ (૨) ૨૦ થી ૨૯ વર્ષ “બ” વિભાગ (૩) ૧૫ થી ૨૯ વર્ષ ખુલ્લો વિભાગ યોજાશે.

સાહિત્ય વિભાગમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ, (3) પાદપૂર્તિ, (૪) ગઝલ – શાયરી લેખન, (૫) કાવ્ય લેખન (૬)દોહા છંદ ચોપાઈ (૭) લોક વાર્તા રહેશે. કળા વિભાગમાં (૧) સર્જનાત્મક કારીગરી (૨) ચિત્ર કલા, સાંસ્કૃતિક વિભાગમાં (૧) લગ્ન ગીત (૨) હળવું કંઠ્ય સંગીત (૩) લોકવાદ્ય (૪) ભજન (૫) સમૂહગીત (૬) એક પાત્રીય અભિનય યોજાશે. આ ઉપરાંત (૧) લોક નૃત્ય (૨) લોક ગીત (૩) એકાંકી (હિન્દી/અંગ્રેજી) (૪) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (૫) કર્ણાટકી સંગીત (૬) સિતાર (૭) વાંસળી (૮) તબલાં (૯) વીણાં (૧૦) મૃદંગમ (૧૧) હાર્મોનીયમ (હળવું) (૧૨) ગીટાર (૧૩) એન્ટ્રી DVD/Pen શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટ્યમ (૧૪) શાસ્ત્રીય – મણીપુરી (૧૫) શાસ્ત્રીય નૃત્ય – ઓડીસી (૧૬) શાસ્ત્રીય નૃત્ય – કથ્થક (૧૭) શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી (૧૮) શીઘ્ર વકૃત્વ – (હિન્દી-અંગ્રેજી)ની સ્પર્ધા ઓનલાઈન થવાની હોય જેથી ડીવીડી કે પેન ડ્રાઇવ મોકલવાની રહેશે.

- text

તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૦૫/૦૮/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૦૫/૦૮/૨૦૨૨ પછી આવનાર એન્ટ્રી સ્વીકાર્ય રહેશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text