પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ, આજે રાત્રે રસ્તા રીપેરીંગ પણ શરૂ કરાશે

- text


મોરબી નગર પાલિકા તંત્રે આખરે કામગીરી શરૂ કરી : આજે અનેક વિસ્તારોની પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે કામગીરી કરાઈ

મોરબી : મોરબી નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં રસ્તોઓ અને સોસાયટીઓમાં પાણી ભરાવાની ફરિયાદનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ આજે રાત્રે પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓના ખાડા બુરવા રીપેરીંગ કામ શરૂ કરવામાં આવશે.

મોરબી નગર પાલિકા તંત્ર દ્વારા આખરે ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીની સમસ્યાઓ અંગે મળેલી ફરિયાદોનો નિકાલ કરવા કમર કસી છે. આ ઉપરાંત વરસાદના કારણે રોડ પર પડી ગયેલા ખાડાઓ બુરાવા અને ખખડધજ રસ્તાના રીપેરીંગની કામગીરી પણ આજે મંગળવારે રાત્રીના પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

- text

- text