મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે વરસાદ પડ્યો હતો જો કે ગઈકાલે બપોર પછી મેઘવીરામ લીધો હતો અને ગતરાત્રીથી માંડીને આજે સવારે 8 વાગ્યા સુધી મેઘવીરામ રહ્યા બાદ હાલ 10 વાગ્યે ધીમીધારે વરસાદ ચાલુ છે. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલે મંગળવારે સવારે 6થી આજે બુધવારે સવારે 6 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 64 મિમી, ટંકારામાં 11 મિમી, માળીયામાં 4 મિમી, વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ વરસાદ નોંધાયો નથી.

- text

- text