મેઘરાજા હજુ ખમૈયા નહીં કરે : મોરબીમાં આજથી બે દિવસ માટે રેડ એલર્ટ

- text


મોરબી : મોરબીમાં વરસાદી માહોલ બરાબર રીતે જામ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે કે મેઘરાજા હજુ ખમૈયા નહીં કરે. કારણકે મોરબીમાં આજથી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા તા.12અને 13 માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે આ જિલ્લાઓમાં આ બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે.

- text

- text