મિતાણાથી નેકનામ જવાના રસ્તે વરસાદના કારણે મસમોટા ગાબડા, પાણી ભરાયા 

- text


ટંકારા : વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે શહેરના અમુક વિસ્તારોમાં રોડ- રસ્તા પાણીથી ભરાય ગયા છે. આવી જ હાલત ગ્રામ્ય વિસ્તારોની પણ થઈ ગઇ છે. જેમાં મિતાણા ગામે આવેલ ઓવરબ્રિજ થી નેકનામ જવાના રસ્તે હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને અનેક મુશ્કેલી પડે છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે અનેક માર્ગોનું ધોવાણ થયું છે. તંત્ર દ્વારા આવા ભયજનક માર્ગોનું વરસાદ રોકવાની સાથે તાકીદે યોગ્ય રીપેરીંગ કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે. તેમજ આવા સમયે લોકોમાં રાજકીય આગેવાનો સામે પણ રોષ જોવા મળી રહ્યો છે કે મત માટે આજીજી કરનાર નેતાઓ આવા સમયે મદદ માટે પણ આગળ આવતા નથી.

- text