મોરબીમાં માનસિક વિકલાંગ યુવતી ઉપર ઘરકામના બહાને દુષ્કર્મ આચર્યું

- text


ઘરે કામ કરવા આવતી યુવતીની માનસિક હાલતનો ગેરલાભ ઉઠાવી આરોપીએ હવસનો શિકાર બનાવી

મોરબી : મોરબીમાં માનસિક વિકલાંગ યુવતી ઉપર ઘરકામના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘરે કામ કરવા આવતી યુવતીની માનસિક હાલતનો ગેરલાભ ઉઠાવી આરોપીએ હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતી એક 23 વર્ષની યુવતી માનસિક રીતે અસ્થિર હોય પણ સારા ઘરમાં જઈને કચરા પોતા કે વાસણનું કામ કરીને પરિવારને ભરણપોષણ મદદરુપ બને છે. દરમિયાન માનસિક વિકલાંગ યુવતી મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા જયેશ અશ્વિનભાઈ લુહાણાના ઘરે પણ ઘરકામ કરવા જતી હતી. આથી ઘરકામ કરવા આવેલી આ યુવતીની મનોદશાનો ગેરલાભ ઉઠાવી આ શખ્સે યુવતીને વાસનાનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતી ઘરે ગયા બાદ તેની તબિયત લથડતા આરોપીના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો. હાલ યુવતીની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text