લજાઈની સરપંચ સીટ ઓબીસી અનામત કરવાની માંગ : મતદાનના બહિષ્કારની ચીમકી

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામના ઓબીસી સમાજના આગેવાનો દ્વારા સરપંચની બેઠક ઓબીસી અનામત કરવાની માંગ સાથે ટીડીઓ તથા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે 2021-22 લજાઇ ગ્રામ પંચાયતની સરપંચની સીટ ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હતી પણ સુપ્રીમ કોર્ટના આદેશથી આ સીટ સમગ્ર ગુજરાતમાં સામાન્યમાં ફેરવવામાં આવી છે.આ બાબતે લજાઇ ગામના ઓબીસી સમાજને અન્યાય થયો છે. તેના અનુસંધાનમાં લજાઇ ગામના ઓબીસી એકતા મંચ દ્વારા લજાઇ ગામની સરપંચ સીટ ઓબીસી અનામત યથાવત રહે તેવી માંગ છે. લજાઇ ગામની ઓબીસી અનામત સીટ નહીં ફાળવવામાં આવે તો લજાઇ ગામનો સમસ્ત ઓબીસી સમાજ આગામી ચૂંટણી વિરોધ અને બહિષ્કાર કરશે.

- text

- text