રેસિપી અપડેટ ! વધેલા ભાતમાંથી બનાવો સ્પાઈસી ચાઈનીઝ ફ્રાઇડ રાઈસ

- text


મોરબી : ઘણીવાર આપણને સ્વાદિષ્ટ અને મસાલેદાર ખાવાની ઈચ્છા થાય છે. આવી સ્થિતિમાં કિચનમાં એક્સ્ટ્રા બચેલો ખોરાક હાથમાં આવે તો કામ થઈ જાય છે. હા, તમે પણ આમ કરી શકો છો. ક્યારેક રસોડામાં રાંધેલા ભાત બચી જાય છે. પરંતુ વાસી ખોરાક ખાવાનું કોઈને પસંદ નથી હોતુ. તેથી તેને ફેંકી દેવાનો એકમાત્ર વિકલ્પ રહે છે. જો તમારી સાથે પણ આવું થાય છે. તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. વધેલા ભાતમાંથી આજે આપણે શીખીશું ક્વિક ચાઈનીઝ ફ્રાઈડ રાઇસની રેસીપી. આ રાઈસ બનાવવા પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ બનાવવી રીત…


સામગ્રી:-

1 કપ બાફેલા ચોખા
1 કપ સમારેલી ડુંગળી
1 કપ કઠોળ
1 કપ ગાજર
1/2 ચમચી મરચું પાવડર
1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
1/2 ટીસ્પૂન વિનેગર
1 ટીસ્પૂન ટોમેટો સોસ
લસણ
મીઠું

- text


બનાવવાની રીત:-

સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરી લો અને લસણ અને ડુંગળીને સારી રીતે ફ્રાય કરો. આમ કર્યા પછી પેનમાં સેમ અને ગાજર નાખો અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લો.

3 મિનિટ સુધી ફ્રાય કર્યા પછી તેમા નમક, ચિલી પાઉડર, ચિલી ફ્લેક્સ, ટમાટર સોસ અને વિનેગરને એડ કરી લો. બધાને સારી રીતે મિક્સ કર્યા પછી બાફેલા ચોખા ઉમેરો.

ચોખાને મસાલામાં સારી રીતે મિક્સ કર્યા પછી 2 મિનિટ સુધી પેનને ઢાંકીને પકવો. 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને ગરમા ગરમ ચાઇનીઝ ફ્રાય રાઇસ થાળીમાં પરોસો.

- text