નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડવા માળિયાના ખેડૂતો દ્વારા રાજ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત  

- text


માળીયા(મી.) : માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા આગોતરો પાક બચાવવા માટે આજે ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે રાજ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરી હતી.

ગાંધીનગર ખાતે માળિયા તાલુકા અને જૂનાં ઘાટીલા ગામના આગેવાનો દ્વારા મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને નર્મદા સિંચાઇ મંત્રી જીતુભાઈ ચોધરીને માળિયા કેનાલ બ્રાંચમાં પાણી છોડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક બચી જાય તે માટે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી તથા ગામના વિવિધ પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે જુના ઘાંટીલા સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, જીલ્લા પંચાયતના કો. સદસ્ય કેતનભાઈ વિડજા,માળિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સવજીભાઈ કરોરિયા,તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ,કાંતિલાલ દેત્રોજા,મેહુલભાઈ વિડજા,અશોકભાઈ હુંબલ,દિનેશભાઈ વિડજા,સાગરભાઈ વિડજા,નરેશભાઈ વિડજા,રમેશભાઈ દેત્રોજા,અરવિંદભાઈ વિડજા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text