વિરપરડાના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા આપવા માંગ

- text


મોરબીઃ મોરબીના વિરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા આપવા માટે ગામના સરપંચ અજયસિંહ જાડેજાએ મોરબી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે.

સરપંચે કરેલી રજૂઆતમાં ડેપો મેનેજરને જણાવવામાં આવ્યું છે કે, વિરપરડા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરરોજ અભ્યાસ માટે મોડપર ગામે જવું પડે છે. ધોરણ 6 થી 8ના કુલ 22 થી 25 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ અપડાઉન કરી રહ્યા છે. મોડપર પ્રાથમિક શાળાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યાનો છે. જેને ધ્યાને લઈને સવારે 9-30 કલાકે મોરબી ઉપડી વિરપરડાની બસ આપવામાં આવે તો બધા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ રિટર્ન ફેરામાં વિરપરડાથી મોડપર સમયસર પ્રાથમિક શાળામાં પહોંચી શકે. તેમજ બપોર પછી કુંતાસીની બસ 3-45 વાગ્યે મોરબીથી ઉપડે છે જે થોડી મોડી કરીને 4-15 વાગ્યે ઉપાડવામાં આવે તો મોડપર સાંજે 5 વાગ્યે પહોંચે જેથી વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શકે.

- text

હાલમાં વિરપરડા તેમજ મોડપર વચ્ચે નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે. જેથી વિદ્યાર્થીઓના જીવને જોખમ હોવાથી તાત્કાલિક ધોરણે એસટી બસનો રૂટ આપવામાં આવે તેમજ બપોર પછી કુંતાસી ગામની બસ થોડી મોડી કરવામાં આવે.

- text