સગાઈ કર નહિતર ઉપાડી જઈશ : માળીયાના વેજલપરની યુવતીને ધમકી

- text


ધરાર સગાઈ કરવા ધમકી આપનાર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ

મોરબી : માળીયા તાલુકાના વેજલપર ગામે સસ્તા અનાજની દુકાન ચલાવતી યુવતીને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના યુવાન અને તેના પિતાએ ધરાર સગાઈ કરવા અન્યથા અપહરણ કરીને ઉપાડી જઈ બદનામ કરવા છેલ્લા છ મહિનાથી સતત ધમકી આપતા માળીયા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વેજલપર ગામે રહેતી યુવતીને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના અજયભાઇ ભરતભાઇ ભોરણીયાએ પોતાની સાથે પરાણે સગાઈ કરવા ધમકાવી અને જો સગાઇ નહિ કરે તો અપહરણ કરી જઈ બદનામ કરવા છેલ્લા છ મહિનાથી ધમકી આપતો હતો. સાથે સાથે આરોપીના પિતા ભરતભાઇ દેવજીભાઇ ભોરણીયાએ પણ મોબાઈલ ફોન કરી ધમકી આપતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ ઘટનામાં માળીયા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 507 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text