મોરબીના વાઘપર પીલુડી ગામે રોયલ ચેલેન્જ દારૂની 82 બોટલ ઝડપાઇ

- text


મોરબી તાલુકા પોલીસનો દરોડો : આરોપી ફરાર

મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે વાઘપર પીલુડી ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂપિયા 42,640ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 82 બોટલ ઝડપી લીધી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી ગુન્હો દાખલ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે વાઘપર પીલુડી ગામે આરોપી વિરેન્દ્રસિંહ તખુભા ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂપિયા 42,640 ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 82 બોટલ કબ્જે કરી હતી. જો કે રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા મોરબી તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર દર્શાવ્યો છે.

- text