હળવદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : કેબીનનો બુકડો બોલી જતા ડ્રાઇવર ગંભીર

- text


 

હળવદ : હળવદ નજીક હાઇવે ઉપર આજે મોડી સાંજે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો છે.

હળવદ નજીક હાઇવે ઉપર કોયબા ગામના પાટિયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. આ અકસ્માતમાં એક ટ્રક જે પાઇપ ભરીને જતો હતો તેની કેબિનનો બુકડો બોલી ગયો હતો. આ કેબિનમાં બેઠેલા ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- text

 

- text