ડમ્પર રિવર્સ લેવડાવી રહેલા ક્લીનર ઉપર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં

- text


માળીયા તાલુકાના જાજાસર ગામે સોલ્ટ ફેકટરીમાં બેનલી દુર્ઘટનામાં ક્લીનરનું મૃત્યુ

મોરબી : માળીયા તાલુકાના જાજાસર ગામે જલારામ સોલ્ટ ફેકટરીમાં ડમ્પરને રિવર્સ લેવડાવી રહેલા ક્લીનર યુવાન ઉપર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળતા ઉત્તરપ્રદેશના વતની યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં બેદરકારી દાખવનારા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

માળીયા તાલુકાના જાજાસર ગામે બનેલા બનાવ અંગે જયશંકર ઉર્ફે ગણેશ કાશીનાથ યાદવ, મુળ રહે. રામગઢ તા.જી. બલીયા ઉત્તરપ્રદેશ વાળાએ

- text

ડમ્પર ટ્રક નંબર જીજે- ૧૨ -એવાય- ૬૬૦૪ના ચાલક સરોજસિંગ મુસાફીરસિંગ યાદવ, રહે. રામગઢ તા.જી. બલીયા ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, જાજાસર ગામની સીમમાં આવેલ જલારામ સોલ્ટ કારખાનામા ડમ્પર ક્લીનર અર્જુન બબનભાઈ યાદવ ઉ.26 નામનો યુવાન ડમ્પરને રિવર્સમાં લેવડાવતો હતો ત્યારે ડમ્પર ચાલક સરોજસિંગે બેદરકારીથી ડ્રાઇવિંગ કરી અર્જુનને હડફેટે લેતા ડમ્પરનું ટાયર અર્જુન ઉપર ફરી વળતા મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટના અંગે માળીયા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text