વાંકાનેરમાં મિત્રની સગાઈમાં ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો 

- text


આગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયાનું ખુલ્યું

વાંકાનેર : વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં મિત્રની સગાઈના પ્રસંગમાં ગયેલા યુવાન ઉપર અન્ય યુવાને છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિપાઈ શેરીમાં રહેતો સાજીદભાઇ રૂસ્તમભાઇ પરમાર ઉ.22 નામનો યુવાન કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં પોતાના મિત્રની સગાઈના પ્રસંગમાં ગયો હતો ત્યારે આજ વિસ્તારમાં રહેતા મોશીનભાઇ સીકંદરભાઇ શાહમદાર નામના યુવાને તેના ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

- text

બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે સાજીદભાઇની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં અગાઉનો ઝઘડો કારણભૂત હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

- text