સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી

- text


ટંકારા : સજનપર પ્રાથમિક શાળાના વાડીમાં મજૂરી કરતા વાલીના બાળકની રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી કરવામાં આવી છે.વિદ્યાર્થીનો તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

DLSS જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કુલમાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પસંદગી થયેલ છે.આ બાળકનો ધો.6 થી 12 સુધીનો અભ્યાસનો તમામ ખર્ચ અને હોસ્ટેલમાં રહેવા-જમવા તેમજ યુનિફોર્મ સ્પોર્ટ્સ ડ્રેસ-શુઝ-સ્પોર્ટ્સ કિટ વગેરે તમામ ખર્ચ તેમજ દર મહિને રૂ.750 જેટલું સ્ટાઈપેન્ડ સરકારદ્વારા આપવામાં આવે છે. તેમજ આવા બાળકોને સ્પોર્ટસની ખાસ તાલીમ આપવામાં આવે છે અને આવનાર સમયમાં ઓલમ્પિક માટે તૈયાર કરવામાં આવે છે.

સજનપર પ્રાથમીક શાળામાં આ વર્ષ થી જ શાળાના શિક્ષિકા મીનાબેન ડી. વિરમગામા દ્વારા શાળામાં અભ્યાસ સિવાયના સમયમાં બાળકોને DLSS સ્પોર્ટ્સ શાળામાં પસંદગી માટેની ટેસ્ટની તૈયારી કરાવવામાં આવી હતી.

- text

જેમાં શાળાનો વિદ્યાર્થી બામણિયા રાહુલ રમેશભાઈ ધોરણ -5ની જિલ્લા કક્ષાએ પસંદગી થયેલ હતી.ત્યારબાદ બાદ આ બાળકને શાળાના શિક્ષક આદ્રોજા કેતનભાઈ પોતાની સાથે ઝોન કક્ષાએ ભાવનગર લઇ ગયેલ.જ્યા આ બાળકે અદકેરું પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામી શાળાનું ગૌરવ વધારેલ હતું.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ માર્ગદર્શક શિક્ષિકા મીનાબેન ડી. વિરામગામા અને વિદ્યાર્થી બામણિયા રાહુલ રમેશભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સજનપર ગામના સરપંચ રીનાબેન જાદવ અને SMC અધ્યક્ષ નંદલાલભાઈ રૈયાણીએ શાળા પરીવારને શુભેચ્છાઓ આપેલ હતી.

- text