રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

- text


મોરબી : NTPC ઉમેદવારોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવનાર હોવાનું રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જાહેર કરાયું છે.

NTPC ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી તા.13 થી 17ના રોજ પસાર થતી ટ્રેનોમાં હંગામી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે.

જેમાં ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસમાં તા.13ના રોજ વધારાના બે સેકંડ સ્લીપર કોચ જોડાશે, જ્યારે ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસમાં તા.14ના રોજ બે વધારાના બીજા સ્લીપર કોચ જોડવામાં આવશે.

- text

વધુમાં ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તા.14ના રોજ બે અને તા.17ના રોજ ચાર વધારાના સેકંડ સ્લીપર કોચ લાગશે જ્યારે ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તા.14 અને તા.15ના રોજ ચાર અને તા.17ના રોજ વધારાના બે સેકંડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

ઉપરાંત ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસમાં તા.14ના રોજ બે અને તા.17ના રોજ ચાર વધારાના સેકંડ સ્લીપર કોચ લાગશે જ્યારે ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસમાં તા.14 અને તા.15ના રોજ બે વધારાના સેકંડ સ્લીપર કોચ લગાડવામાં આવશે.

- text