ધો-1થી 3માં અંગ્રેજી વિષય દાખલ ન કરો : મોરબી શીશુમંદિર દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત

- text


મોરબી : ભાર વગરનું ભણતર સૂત્રને સાર્થક કરવા ધોરણ ૧ થી ૩માં અંગ્રેજી વિષય શરૂ કરવાની અંગે ફેર વિચારણા કરવા માટે શીશુમંદિરના ટ્રસ્ટીએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.ધોરણ 1 થી 3માં અંગ્રેજી વિષય દાખલ ન કરવા અંગે જુદા – જુદા વિસ્તૃત કારણો પણ જણાવ્યા છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ દેશનાં કેટલાય બધા સાંસ્કૃતિક સંગઠનો, સામાજિક – સેવાકીય તથા આધ્યાત્મિક સંસ્થાનો આપણી સંસ્કૃતિ માટે કામ કરે છે. આપણું એ પણ સદભાગ્ય છે કે કેન્દ્રમાં, ગુજરાતમાં તથા અનેક રાજ્યોમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલા પક્ષની સરકાર છે.શિક્ષણમંત્રી તરીકે ગુજરાતના શિક્ષણનું માર્ગદર્શન કરી રહ્યા છો.સતા માટે નહીં પરંતુ સેવાભાવથી આ ક્ષેત્રમાં કામ કરો છો ત્યારે ગુજરાતના શિક્ષણ જગતને વિશેષ અપેક્ષા છે.

હાલમાં ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે સરકાર ધોરણ 1 તથા 2 માં અંગ્રેજી વિષય મૌખિક તથા ધોરણ 3 થી આ વિષય અન્ય વિષયની જેમ જ ભણાવાશે.

ધોરણ 1 થી અંગ્રેજી શા માટે ન ભણાવવું ? તે અંગે વિસ્તૃત મુદાસર રજુઆતમાં શિશુમંદિર દ્વારા જણાવાયું છે કે,

1.બાળક માતાના ગર્ભમાં માતાનાં માધ્યમથી જે ભાષાનું શ્રવણ કરે છે એ જ ભાષામાં તેનું પ્રાથમિક શિક્ષણ થવું જોઈએ.

2.કોઈપણ બાળક 10 વર્ષની ઉંમરનું થાય ત્યાં સુધી મતલબ કે ધોરણ પાંચ સુધીનું શિક્ષણ માત્ર માતૃભાષામાં જ અપાય.

3.જેમ શરીરનો ક્રમિક વિકાસ થાય છે તેમજ મન તથા બુદ્ધિનો ક્રમિક વિકાસ થાય છે.

4.6 થી 7 માસના બાળકને શાક રોટલા ખવડાવી તો તેનું પેટ બગડે તેમ જ 6 થી 10 વર્ષના બાળકને અન્ય ભાષા અંગ્રેજી શીખવાથી તેનું મન તથા મગજને વધારે બોજ પડે છે.

5. માતૃભાષા નૈસર્ગિક છે, પ્રાકૃતિક છે. માતૃભાષામાં પ્રારંભિક શિક્ષણ થવાથી બાળકનો સંબંધ નિસર્ગ-પ્રકૃતિ સાથે બંધાશે. આજે વૈશ્વિક દ્રષ્ટિએ પર્યાવરણ પ્રકૃતિને જે સંકટ ઊભું થયું છે આ સંકટનું સમાધાન શિક્ષણ અને માતૃભાષામાં જ છે. અંગ્રેજી વિષય તથા અંગ્રેજીયતમાંથી શિક્ષણ અને સમાજને મુક્ત કરવાની બહુ મોટી જવાબદારી સરકાર તથા આપના શીરે છે. આપ આપની જવાબદારીનું વહન કરો અન્યથા આના માઠા ફળ સહુને ભોગવવા પડશે. આ પાપ આપનાથી ન થાય તે જોવું એ અમારો નાગરિક ધર્મ છે.

- text

6. એમ કહેવાય છે કે માતૃભાષામાં ભણવાથી વ્યક્તિ અભય બને, તે શ્રદ્ધાવાન હોય તેનામાં વિજિગીષીવૃત્તિ હોય, અભયનું વરદાન માતૃભાષા – સરસ્વતી માતા આપે છે. આત્માનો સ્વભાવ પણ અભય છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે શિક્ષણ એટલે આત્માની શક્તિને ઓળખવી આજે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, અને વિશ્વ, પ્રકૃતિ ભયભીત છે. શિક્ષણના માધ્યમથી આ બધાને અભય બનાવવા અને વ્યક્તિના દુશ્મન એવા કામ-ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવો એ આપણું કાર્ય છે.

7. મા નું દૂધ પીવું તે બાળક નો અધિકાર છે, ઘોડિયામાં સૂવું તે પણ બાળક નો અધિકાર છે. બસ આ જ રીતે માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવું બાળકનો અધિકાર છે. આ અધિકારથી બાળકને વંચિત રાખવા તે પાપ નથી?તે ગુનો નથી? તેથી વિચારો આ દેશ તથા ગુજરાતની પેઢી બચાવવા માટેની ઝુંબેશ છે.

8. માતૃભાષા સહજ ભાષા છે, સહજ વિકાસ થાય, જેનો સહજ વિકાસ થાય તે સર્જન કરી શકે. ભાષાનું ગૌરવ નથી માટે આજે સર્જનશીલતા ખતમ થઇ ગઈ છે. આજે ચારેબાજુ વિધ્વંસક વૃતિ તથા પ્રવૃત્તિ થતી જોવા મળે છે સમગ્ર વિશ્વ વિનાશના આરે છે ત્યારે સર્વનાશ જોઈએ છે ? ડો. એ.પી.જે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ નહી પરંતુ એક શિક્ષક તરીકે ઓળખાવું ગમતું.

9. 1947 પહેલા દેશભક્તો અને ક્રાંતિકારીઓએ નારો આપ્યો હતો “ અંગ્રેજો… હિંદ છોડો…” ભારત છોડો ચળવળથી અંગ્રેજો ગયા પરંતુ આપણને અંગ્રેજી આપતા ગયા. આપણને એ ક્યારે સમજાશે કે આપણે અંગ્રેજોને ભગાડ્યા તેમજ તેની સંસ્કૃતિ, વિચારસરણી, જીવનશૈલીની વાહક એવી અંગ્રેજીને પણ લાત મારીને ભગાડવાની છે. આપણા દેશભક્ત પૂર્વજોની શહીદોની પણ આ જ અપેક્ષા હતી. પૂર્ણ સ્વરાજ્ય જેમાં સ્વશિક્ષણ, સ્વભાષા, સ્વભૂષા, સ્વસંસ્કૃતિ, સ્વજીવનશૈલી, સ્વખાન-પાન તથા સ્વનું તંત્ર (સ્વતંત્ર) હોય. આપણે સ્વાધીનતાની આ બીજી લડાઇ લડી રહ્યા છીએ. આપણે જીતવા માટે લડીએ છીએ.

10. ભાષાએ સંસ્કૃતિ તથા જીવનશૈલીની વાહક છે. આજે આપણે વ્યથિત છીએ. આપણું રાષ્ટ્ર ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, પર્યાવરણ તથા વિચારોનું પ્રદુષણ જેવા અનેક પ્રશ્નો તથા પડકારોનો સામનો કરી રહ્યું છે આ બધા પ્રશ્નોનું સમાધાન ક્યાંકને ક્યાંક શિક્ષણમાં સમાયેલું છે.

11. એક માન્યતા એવી છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે વાસ્તવમાં આ ભાષાનું ચલણ વિશ્વના કેટલાક દેશોમાં જ છે વિશ્વના કેટલાય બધા દેશો નો વ્યવહાર પોતાની રાષ્ટ્રભાષામાં થાય છે તે…

- text