માળીયા વનાળિયા પંચાયતને ગટર સાફ કરવાનું જેટિંગ મશીન ફાળવાયું

- text


આવતીકાલે તા.10 જૂને રાજયમંત્રીના હસ્તે આ મશીનનું લોકાર્પણ કરાશે

મોરબી : મોરબીની નવરચિત માળીયા વનાળિયા ગ્રામ પંચાયતને ગટર સાફ કરવાનું જેટિંગ મશીન ફાળવાયું છે. જેમાં આવતીકાલે તા.10 જૂને રાજયમંત્રીના હસ્તે આ મશીનનું લોકાર્પણ કરાશે.

- text

મોરબીના સામાંકાંઠે આવેલ અને તાજેતરમાં નવી બનેલી માળીયા વનાળિયા ગ્રામ પંચાયતને ગટરની સમસ્યા ઉકેલવા માટે જિલ્લા પંચાયતની ત્રાજપર -24 સીટના સદસ્ય હીરાભાઈ ટમારીયાની ગ્રાન્ટમાંથી ગટર સાફ કરવાનું જેટિંગ મશીન ફાળવવામાં આવેલ છે. આ મશીનનું આવતીકાલે તા.10ના રોજ સવારે 9 વાગ્યે રામદેવનગર મેઈન રોડ માળીયા વનાળિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે રાજયમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. માળીયા વનાળિયા સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ગંભીર છે. ત્યારે સમસ્યાના ઉકેલ માટે ગટર સાફ કરવાનું મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

- text