આર.ઓ મહિલા કોલેજ દ્વારા હિમાચલ પ્રદેશનો એડવેન્ચર કમ ટ્રેનિંગ કેમ્પ યોજાયો

- text


તમામ વિદ્યાર્થિનીઓએ 14 હજાર ફૂટ ઉંચાઈ પર આવેલા બિયાસ કુંડ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

મોરબીઃ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે 10 દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કુલ્લુ મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની 75 જેટલી સ્ટુડન્ટસએ ઉત્સાહભેર જોડાઈ હતી.

મનાલી ટ્રેકિંગ કેમ્પમાં સમુદ્રની સપાટીથી આશરે 14000 ફૂટ ઊંચાઈ પર આવેલ બિયાસ નદીના ઉદગમ સ્થાન સુધી જઈને બિયાસ કુંડ ટ્રેક બધી વિદ્યાર્થિનીઓએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. બિયાસ કુંડ ટ્રેક દરમિયાન રાત્રી રોકાણ 10000 ફૂટ ઊંચાઈ પર આવેલા હાયર કેમ્પ સાઇટ પર કર્યું હતું, જ્યાં દિવસ દરમિયાન ઉનાળો, સંધ્યા સમયે ચોમાસું અને રાત્રી દરમ્યાન હાડ ગગડી જાય તેવી ઠંડીનો અહેસાસ થયો હતો.

- text

તદુપરાંત અમૃતસર પાસે આવેલ વાઘા બોર્ડર અને ગોલ્ડન ટેમ્પલની પણ મુલાકાત લીધી હતી. મનાલી ખાતે સોલાંગ વેલી, અટલ ટનલ, વશિષ્ઠ મંદિર, હડિમ્બા ટેમ્પલ, મનાલી માલ રોડ, બોદ્ધ મોનેસ્ટ્રી, જોગણી વોટરફોલ, બૂરવા વિલેજ વગેરેની મુલાકાત લીધી હતી. મનાલી ખાતે જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી જેવી કે રિવર ક્રોસિંગ, રેપ્લિંગ, જીપ લાઈન વગેરે એક્ટિવિટી કરવામાં આવી હતી. રિટર્ન જર્નીમાં કુલુ ખાતે રિવર રાફ્ટિંગ કર્યું હતું તથા ચંદીગઢ ખાતે રોઝ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.
10 દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે મયુરભાઈ હાલપરા અને અશ્વિનભાઈ ગામી તથા અન્ય અધ્યાપકો રુચિતા મેડમ, દિશા મેડમ, ગોપી મેડમ, હેતા મેડમ, સ્નેહા મેડમ, અને વંદના મેડમે ભારે જહેમત ઊઠાવી હતી

- text