મોરબીમાં શુક્રવારે પ્રધાનમંત્રી આવાસોના લાભાર્થીઓને ફાળવણી પત્ર એનાયત કરાશે

- text


રાજયમંત્રી મેરજાના હસ્તે લાભાર્થીઓને મકાનનો ફાળવણી પત્ર એનાયત કરાશે

મોરબી : મોરબીમાં આવતીકાલે શુક્રવારે નગરપાલિકા દ્વારા બનાવેલા પ્રધાનમંત્રી આવાસોના લાભાર્થીઓને મકાન સોંપણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયમંત્રી મેરજાના હસ્તે લાભાર્થીઓને મકાનનો ફાળવણી પત્ર એનાયત કરાશે.

- text

મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને સસ્તા દરે ઘરનું ઘર મળી રહે તે માટે તમામ સુવિધાઓ સાથે અદ્યતન આવાસો બનાવવામાં આવ્યા છે. આ પ્રધાનમંત્રી આવાસો તૈયાર થઈ જતા તેના લાભાર્થીઓને મકાન સોંપવાનું નગરપાલિકા નક્કી કરવામાં આવ્યું છે આથી આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે હરભોલે હોલ, સત્યમ પાનવાળી શેરી , શનાળા રોડ મોરબી ખાતે નગરપાલિકા દ્વારા બનાવેલા પ્રધાનમંત્રી આવાસોને લાભાર્થીઓને સોંપવામાં આવશે. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની ઉપસ્થિતમાં લાભાર્થીઓને મકાનનો ફાળવણી પત્ર એનાયત કરાશે.

- text