મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ : એક્ટિવ કેસ 2 થયા

- text


 

પોઝિટિવ આવેલ 48 વર્ષીય મહિલાની દિલ્હી અને ઉત્તરાખંડની ટ્રાવેલ હિસ્ટ્રી

 

મોરબી : મોરબીમાં કોરોના ગાયબ થયા બાદ તાજેતરમાં જ કોરોનાએ ફરી દેખા દીધી છે. તે બાદ આજે ફરી એક કેસ નોંધાતા મોરબીમાં એક્ટિવ કેસ બે થયા છે.

- text

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાએ જાણે વિદાય લીધી હોય તેમ કેસ આવવાનું બંધ થયું હતું. જો કે બાદમાં થોડા દિવસ પૂર્વે જ એક કેસ નોંધાયો હતો. બાદમાં આજે મોરબી શહેરના 48 વર્ષના રહેવાસી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.તેમણે કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. તેઓની તાજેતર મા જ દિલ્હી અને ઉત્તરાખંડ રાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. હાલ દર્દીની તબિયત સારી હોઈ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે. તેમ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

 

- text