મોરબી શહેર ભાજપની કારોબારી બેઠક મળી, આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન અપાયું 

- text


મોરબી: મોરબી શહેર ભાજપની કારોબારી બેઠક આજરોજ હરભોલે હોલ ખાતે યોજાઇ હતી. જેમાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સ્વાગત પ્રવચન બાદ અલગ-અલગ વિષયો પર પ્રદેશના અને જિલ્લાના પદાધિકારીઓને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, પ્રદીપભાઈ વાળા, રણછોડભાઈ દલવાડી, ઘનશ્યામભાઈ ગોહિલ, જ્યોતિ સિંહજી જાડેજા, ચંદુભાઈ હુંબલ વગેરેએ આગામી કાર્યક્રમોનું માર્ગદર્શન આપ્યું હતું.

કારોબારીમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સહકારી ક્ષેત્રના વડા મગનભાઇ વડાવીયા, જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ, પ્રદીપભાઈ વાળા, રાઘવજીભાઇ ગડારા, કાંતિભાઈ અમૃતિયા, ઘનશ્યામભાઈ ગોહેલ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર, જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ, મંજુલાબેન દેત્રોજા તેમજ જિલ્લાના હોદ્દેદારો, મોરબી શહેર ભાજપ પરિવાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો હાજર રહ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યના મહામંત્રી મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ટેલિફોનિક સંદેશો પાઠવ્યો હતો.

ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મોરબી શહેરની પેજ સમિતિ ૧૦૦% ટકા સંપૂર્ણ કરવા બદલ જયુભા જાડેજા, લાખાભાઈ જારીયા તેમજ રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણઝારીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

- text

કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયાએ કર્યું હતું.

- text