ભાવપર સેવા સહકારી મંડળીની 13મી જૂને વાર્ષિક સાધારણ સભા 

- text


મોરબી : ભાવપર સેવા સહકારી મંડળી લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા આગામી તા.13/6/2022ને સોમવારના રોજ સવારે 10 વાગ્યે દાડમ ડાડાના મંદિર ખાતે રાખવામાં આવી છે.

જેની કાર્યસૂચિમાં ગત સાધારણ સભાની મિનિટ્સને બહાલી, સને 2021-22ના વાર્ષિક હિસાબો તપાસી મંજુર કરવા તથા વ્યવસ્થાપક કમિટીની નફાની ફાળવણીને બહાલી, બહારથી કજેની હદ મર્યાદા નક્કી કરવા, પ્રત્યેક સભાસદની પરમાવિધિ શાખ મુકરર કરવા, મંડળીનું ઓડિટ તા.31/3/2021 સુધીનું થયેલ છે તેને બહાલી આપવા, સભાસદ બોનસ આપવા સહિતનો સમાવેશ કરાયો છે.

- text

આ વાર્ષિક સાધારણ સભામાં કૃભકોના ડાયરેક્ટર મગનભાઇ વડાવીયા, આરસીસી બેંકના ડિરેક્ટર અમુભાઈ વિડજા, કેતન રાબડીયા- કૃભકો, હિતેશ સોરડીયા – એરીયા મેનેજર, બોડા સાહેબ ઝોનલ મેનેજર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોફેસરો જીવાણી સાહેબ તથા સરડવા સાહેબ ઉપસ્થિત રહેશે.

- text