ઉનાળો જામ્યો ! મોરબીના યમુનાનગર અને રંગપર બેલામાં બિયરનો જંગી જથ્થો પકડાયો

- text


સિટી બી ડિવિઝન પોલીસે બિયરના 496 ડબલા સાથે બે શખ્સને દબોચ્યા : તાલુકા પોલીસે 142 બિયરના ડબલા સાથે એકને પકડ્યો

મોરબી : મોરબીમાં ઉનાળો બરાબરનો જામ્યો હોય બિયરની ડિમાન્ડ વધતા બુટલેગરો દારૂની સાથે બિયરનો પણ જંગી જથ્થો ઉતારતા હોવાની બાતમીને આધારે સિટી બી ડિવિઝન પોલીસે યમુનાનગર નજીકથી અને તાલુકા પોલીસે રંગપર બેલા નજીકથી બિયરના જંગી જથ્થા સાથે કુલ ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલ ઉપર નીકળેલા દિપકભાઇ જયસુખભાઇ વાઘેલા અને વસંતભાઇ જેરાજભાઇ વાધેલાને ઝડપી લેતા બિયરનો જથ્થો મળી આવતા બન્ને આરોપી સામે લાલ આંખ કરતા યમુનાનગર પાસે બાયપાસ તેમજ ગાયત્રી આશ્રમ પાછળ ધુતારી વિસ્તારમાંથી છુપાવેલ બિયર ટીન નંગ 496 કિંમત રૂપિયા 49,600નો જથ્થો કાઢી આપતા પોલીસે એક્ટિવા સહિત કુલ 79,600નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે રંગપર બેલા ગામની સીમમાંથી ગેરેજના ધંધાર્થી દિવ્યેશભાઈ કિશોરભાઈ અંબાણીના કબ્જામાંથી ટ્યુબોર્ગ પ્રિમીયમ બીયર ઓરીજનલ ગ્રીન ફોર સેલ ઇન ગોઆ ટીન નંગ-142 કિંમત રૂપિયા 14,200 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text