મોરબીમાં ઉપેન્દ્રભાઈના “સ્માઇલી ઘૂઘરા”.. એક વાર ખાવ અને ખુશ થઈ જાવ..

- text


જાત-મહેનતથી ઘૂઘરા બનાવી વેંચતા ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ પોતાના બાઇકને જ બનાવી દુકાન!

મોરબી : મોરબીવાસીઓ સ્વાદના શોખીન હોય છે. એટલે દરરોજ સવાર-સાંજના ચટાકેદાર નાસ્તો કરવા જોઈએ. ત્યારે જો મોરબીવાસીઓને ઘૂઘરા ખાતાં તરત જ ચેહરા પર સ્મિત જોઈતું હોય તો ‘સ્માઈલી ઘૂઘરા’ના ઘૂઘરાનો ટેસ્ટ ચોક્કસ માણવો રહ્યો.

મોરબીના રહીશ ઉપેન્દ્રભાઈ પ્રજાપતિને 24 વર્ષનો ફરસાણ બનાવવાનો અનુભવ છે. તેમજ તેઓ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ઘૂઘરા વેંચી રહ્યા છે. ઉપેન્દ્રભાઈએ નાના પાયે ધંધો કરવા પોતાના બાઇકને જ દુકાન બનાવી દીધી છે. તેમની પાસે બહોળા અનુભવના લીધે ઘૂઘરાનો સ્વાદ પણ દાઢે વળગે તેવો હોય છે.

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ નજીક બાઈક પર તેઓ ઘૂઘરા વેંચે છે. માત્ર 30 રૂ.માં એક પ્લેટમાં 3 નંગ ઘૂઘરા, સેવ-ડુંગળી અને ચટણી સાથે આપતા ઉપેન્દ્રભાઈને ત્યાં ઘૂઘરા ખાવા લોકોની ભીડ જોવા મળે છે. ગ્રાહકોને ઘૂઘરા ગરમાગરમ મળે તેના માટે તેઓ લિમિટેડ ઘૂઘરા લઈને સાંજે 4-30 વાગ્યે આવે છે. અને લગભગ બે કલાક જેટલા સમયમાં તમામ ઘૂઘરા વેચાય પણ જાય છે!

ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ લગ્નપ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગ કે નાના-મોટા બલ્ક ઓર્ડર પ્રમાણે સ્વાદિષ્ટ ઘૂઘરા જથ્થાબંધ બનાવી આપે છે. વધુ માહિતી માટે ઉપેન્દ્રભાઈનો મો.નં. 70165 44537 પર સંપર્ક કરી શકાશે. ત્યારે જો હજુ સુધી ‘સ્માઈલી ઘૂઘરા’ના ઘૂઘરાનો સ્વાદ ના માણ્યો હોય તો એક વખત ‘સ્માઈલી ઘૂઘરા’ની અચૂક મુલાકાત લો.

- text

- text