મોરબીમાં સતશ્રીની કથામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

- text


આવતીકાલે કથા સ્થળે સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી અને અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી : મોરબીમાં ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે ચાલતી સતશ્રીની કથામાં બાલાજી & મારુતિ ગ્રુપ લખધીરગઢ દ્વારા ચકલીઘર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર ફાર્મમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ પારાયણ ચાલે છે. ભાવિકજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી કથા શ્રવણ કરી રહ્યા છે. તેમજ દરરોજ દેશ વિદેશમાં રહેતા આઠ લાખ જેટલા લોકો ઓનલાઈન કથા નિહાળી સંસારની આધિ,વ્યાધિ,ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માર્ગદર્શન મેળવી રહ્યા છે. ત્યારે ટંકારાના લખધીરગઢ ગામના બાલાજી & મારુતિ ગ્રુપ દ્વારા 650 જેટલા કાષ્ઠના ચકલી ઘર અને પ્લાસ્ટિકના ચકલીના માળાનું કથા સ્થળે વિના મૂલ્યે વિતરણ કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. એવી જ રીતે તા.27.05.22 ના રોજ કથા સ્થળે રાત્રે 8.00 વાગ્યાથી સ્વામિનારાયણ સંસ્કાર લેબોરેટરી અને અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પોપટભાઈ કગથરા,રમેશભાઈ માકાસણા સંસ્કાર લેબોરેટરી,હેતલબેન પટેલ અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રષ્ટ વગેરે દ્વારા આહવાન કરવામાં આવેલ છે.

- text