હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનાની દીવાલ પડતા 30 મજૂરો દટાયા

- text


સાગર સોલ્ટ નામના કારખાનામાં બનેલો બનાવ : મૃત્યુઆંક બહુ મોટો હોવાની આશંકા

હળવદ : હળવદ જીઆઈડીસીમાં આજે કમકમાટી ભરી દુર્ઘટનામાં મીઠાના પેકિંગના કારખાનામાં અચાનક દીવાલ ધસી પડતા અંદાજે 25થી 30 જેટલા મજૂરો દિવાલના કાટમાળ હેઠળ દટાઈ જતા સનસનાટી મચી જવા પામી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ખુબ જ મોટો હોવાનું અને હાલમાં જેસીબી હિટાચીથી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે સાતેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મૃત્યુ આંક ખુબ જ મોટો રહેવાની આશંકા સેવાઈ રહી છે.

- text