મોરબીના ત્રાજપર ગામના તલાટી મંત્રીની બદલી રોકવાની માંગણી સાથે DDOને રજુઆત

- text


ત્રાજપર અને માળીયા વનાળિયા ગ્રામ પંચાયતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી તલાટીની બદલીનું હુકમ રદ ન થાય તો આંદોલન ચાલવવાની ચીમકી આપી

મોરબી : મોરબીના ત્રાજપર ગામના તલાટી મંત્રીની એકએક બદલી કરતા આ બદલી સામે ઉગ્ર વિરોધ ઉઠ્યો છે અને ત્રાજપર અને માળીયા વનાળિયા ગ્રામ પંચાયત તલાટી મંત્રીના સમર્થનમાં આવીને આ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી તલાટીની બદલીનું હુકમ રદ ન થાય તો આંદોલન ચાલવવાની ચીમકી આપી છે.

- text

ત્રાજપર ગ્રામ પંચાયત અને માળીયા વનાળિયા ગ્રામ પંચાયત દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે, ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી વી.એસ.ચંદ્રલાની તાજેતરમાં જોધપર ગમે બદલી કરવામાં આવી હતી. આ તલાટી મંત્રી પોતાના ફરજકાળ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત બોડીના તમામ પ્રશ્નોનું યોગ્ય રીતે પોતાની વહીવટી કુશળતાથી પાર પાડ્યું છે. આ બન્ને ગ્રામ પંચાયત માટે તલાટી મંત્રીની વર્તણુક ખૂબ જ સારી રહી છે અને ગ્રામજનોના પ્રશ્નોને પણ યોગ્ય રીતે ન્યાય આપતા હોવાથી આવા કાબેલ તલાટી મંત્રીની બદલીથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આ તલાટી મંત્રીને તત્કાળ ત્રાજપર ગ્રામ પંચાયતમાં ફરજ લેવામાં આવે તેમજ તેમની બદલીનો હુકમ રદ ન થાય તો ગાંધી ચિધ્યા માર્ગે લડત ચલાવવાની ચીમકી આપી છે.

- text