જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભની લાંબી કુદ સ્પર્ધામાં ખાખરેચી સાર્વજનિક હાઈસ્કુલનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાકક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં એથલેટિક્સ સ્પર્ધામાં લાંબીકૂદ અંડર 17માં માળીયા તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીએ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.

સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના વિદ્યાર્થીએ શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.તેમાંથી સંતોકી મૌલીક કેશવજીભાઈએ અંડર – 17 (ભાઈઓ)માં લાંબીકુદમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે.આગામી સમયમાં સંતોકી મૌલીક રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text