મોરબીના રોહિદસપરાનું નાકુ ગટરની ગંદકીથી તરબોળ

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલા રોહિદસપરા વિસ્તારમાં વગર વરસાદે ગંદા સરોવર ભરાયા છે. આ પાણી ગંદકીવાળા છે પરંતુ તંત્રની ઉંઘ ઊડતી નથી. આ ગંદા પાણીથી ભરાયેલા ખાબોચીયાંથી લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે.

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલા રોહિદસપરા વિસ્તારમાં તંત્રના પાપે ગટરની સમસ્યાએ આડો આંક વાળી દીધો હોય તેમ રોહિદસપરાનું નાકુ ગટરની ગંદકીથી તરબોળ થઈ ગયો છે.સામાન્ય રીતે વરસાદમાં આટલા પાણી ભરાતા હોય એને બદલે વગર વરસાદે આ વિસ્તારમાં ગંદા સરોવર ભરાયા છે. આ ગટરના પાણી ભરાયા તેની બાજુમાં જ નવલખી પોર્ટની ઓફીસ આવેલી છે.છતાં નિભર તંત્રની ઉંઘ ઊડતી નથી.રોહિદસ પરાનું નાકુ ગટરની ગંદકીથી છલોછલ થતા આ વિસ્તારના લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે અને ભારે ગંદકીને કારણે રોગચાળો વકરવાની દહેશત ઉભી થઇ છે. જો કે ગટરની સમસ્યાઓની અનેક રજુઆત છતાં તંત્ર ધ્યાન ન દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

- text