શક્તિ ચેમ્બર-2ની સાત-આઠ દુકાનોના એસીના કિંમતી પાઇપ કાપીને તસ્કરો ચોરી ગયા

- text


મોરબીમાં એસીના કિંમતી પાઇપ ચોરતી ટોળકીએ શક્તિ ચેમ્બર-2ને નિશાન બનાવ્યું

હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર-2ની સાત-આઠ દુકાનોના એસીના કિંમતી વાયર ચોરી ગયા, પોલીસ સામે પડકાર

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો-ઓફિસો બહાર રહેલા એસીના કિંમતી પાઇપ-વાયર ચોરતી એક ખાસ ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકીએ ગત રાત્રે મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર-2 નામના કોમ્પલેક્ષને નિશાન બનાવ્યું હતું અને શક્તિ ચેમ્બર-2ની સાત-આઠ દુકાનોના એસીના કિંમતી વાયર ચોરી કરીને પોલીસને રોક સકો તો રોક લો નો પડકાર ફેંક્યો છે.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી એક ખાસ ગેંગ તરખાટ મચાવી રહી છે. જેમાં આ ટોળકી શહેરમાં ઠેક ઠેકાણે આવેલા કોમ્પલેક્ષને નિશાન બનાવે છે. રાત્રીના સમયે આ ટોળકી અનેક કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસો બહાર રહેલા એસીના કિંમતી તાંબાના પાઇપની ચોરી કરીને ફરાર થઈ જાય છે. અગાઉ આવા અનેક ચોરીના બનાવો બહાર આવ્યા છે. પણ પોલીસ આવા બનાવોમાં ખાસ કંઈ ઉકાળી ન શકતા આ ટોળકીને મોકળું મેદાન મળ્યું છે. જેમાં ગતરાત્રે આ ટોળકી મોરબી નજીક આવેલા શક્તિ ચેમ્બર-2 નામના કોમ્પલેક્ષને ટાર્ગેટ કર્યું હતું અને આ શક્તિ ચેમ્બર-2ની સાત-આઠ જેટલી દુકાનોના એસીના કિંમતી પાઇપ ચોરી કરી ગયા હતા. શક્તિ ચેમ્બર-2માં મોટભાગે સીરામીક ટ્રેડર્સની ઓફીસ-દુકાનો આવેલી છે. આ દુકાનોમાં એસીના પાઈપની ચોરી થતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી પોલીસ તંત્ર વહેલીતકે આ એસીના પાઈપ ચોરતી ગેંગને ઝડપીને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે.

- text

- text