ગ્રામ પંચાયતના વી.સી.ઇ.ને કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક આપવા આવેદન

- text


બુધવારથી તમામ ઇ-ગ્રામ પંચાયત કેન્દ્ર બંધ રાખી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાશે

હળવદ તાલુકા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર મંડળ અને ટંકારા તાલુકા વીસીઇ મંડળની ટીડીઓને લેખિત રજૂઆત

હળવદ, ટંકારા : ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેંતન, લઘુતમ વેતનનો ભંગ થતો હોય.તેથી કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક(ઓપરેટર) મંડળ સંલગ્ન અને ટંકારા તાલુકા વીસીઇ મંડળે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બુધવારે તમામ ઇ-ગ્રામ પંચાયત કેન્દ્ર બંધ રાખીને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે અને ન્યાય માટે લડત આપશે.

ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળે અને ટંકારા તાલુકા વીસીઇ મંડળે મુખ્યમંત્રીને લેખિત રજુઆત ૨૦૧૬થી કરવામાં આવેલ છે. તેમજ નવા મુખ્યમંત્રી અને પંચાયતમંત્રી બનતા તેમને પણ રજુઆત કરતા તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ હતી.જેથી પંચાયતમંત્રી દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૧ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ હતી.ત્યારબાદ તા.૨૭/૧૦/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી.

પંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નીલખંડ માતર દ્વારા પ્રાયવેટીકરણ(b2c)ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.મુખ્યમંત્રી અને પંચાયતમંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપતા આશ્વાશન આપેલ તે આશ્વાસન ખરેખર ખોટુ આપવામાં આવેલ તેવુ ફલિત થાય છે. અને ખોટી હૈયાધારણા આપેલ હોય તેમ લાગે છે.

ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પર પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇન શોષણ કરવામાં આવી રહેલ છે.વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવશે.તથા સત્રે પણ કામ કરાવવામાં આવે છે. બીજા વિભાગોના કર્મચારીઓનું કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. આટલુ બધુ કામનુ ભારણ હોય તેમાં ગુજરાત સરકાર વીસીઇને પગાર ધોરણ આપતી નથી.

આથી વીસીઇએઓએ પડતર પ્રશ્નોની માંગણી કરી છે.

-કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે.

- text

-સરકાર સાથે ૧૮ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે.

-આરોગ્યલક્ષી સુવિધા અપના પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે.

-વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમય કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે.

-કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે.

આમ મંડળ દ્વારા માંગણીઓ કરેલ.જેમાથી સરકારે માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવા બાહેધરી આપેલ હતી.પરંતુ સરકારે આપેલ હૈયાધારણા અને માંગણીઓનો કોઇ અમલ કરેલ ના હોય અને હક્કની વાત નજર અંદાજ થતા ના છુટકે વીસીઇ મંડળને અચોક્કસ મુદતની હડતાળ કરવાની ફરજ પડેલ છે. જેથી તમામ વીસીઇ સરકારની નિતિનો વિરોધ કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપતા તા.૧૧/૦૫/૨૦૨૨ ના રોજથી તમામ ઇ-ગ્રામ પંચાયત કેન્દ્ર બંધ રાખીને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થશે અને ન્યાય માટે લડત આપશે.

બંધારણીય વડા હોય ગુજરાત સરકાર ૧૬ વર્ષથી શોષણ કરતી હોય અને પગાર ધોરણ લાગુ કરીને ન્યાય ના આપતી હોય હકક અને ન્યાય માટે આ રજુઆત કરવાની ફરજ પડેલ છે.ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપવાની ફરજ પડેલ છે. આ લડત આપતા જે કંઇ અઘટિત ઘટના બને કે કોઇ અનિચ્છનિય બનાવ બને તો એના માટે માત્રને માત્ર જવાબદાર ગુજરાત સરકાર રહેશે.

ગ્રામપંચાયતોના મોરબી જિલ્લાના ૩૪૯ થી વધુ વીસીઇ રાજ્યવ્યાપી કામ કરતા કર્મચારીઓ (VCE) દ્વારા ફીક્સ વેતનની માંગ સાથે આગામી તા.૧૧ મી મેના રોજથી અચોક્કસ મુદ્દતની સરકાર દ્વારા બાંહેધરી પણ હડતાળમાં જોડાશે.જેમાં જિલ્લામાં વિવિધ ગ્રામ્ય તથા તાલુકા લેવલે કામકરતા ૪૦૦ થી વધુ વીસીઈ પણ જોડાનાર છે.આથી ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક(ઓપરેટર) મંડળ સંલગ્ન અને ટંકારા તાલુકા વીસીઇ મંડળે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે.

- text