ખેલ મહાકુંભમાં વરડુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી

- text


મોરબી : ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાની લાંબીકૂદ,ગોળા ફેંક અને 400મી દોડમાં વરડુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાની અંડર 14 ભાઈઓમાં નદાસીયા કરણ કાળુભાઇ લાંબીકૂદમાં પ્રથમ ક્રમાંકે અને ગોળા ફેંકમાં તૃતીય ક્રમાંકે,400મી દોડમાં સેટાણીયા બળદેવ જેમાભાઈ દ્વિતીય નંબર મેળવી શાળાનું અને ગામનું તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.જે બદલ શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા તેમજ SMCના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text