સગીરા દુષ્કર્મ કેસ : આરોપીએ 4 ફેક આઈડી બનાવી હતી, સગીરા પાસેથી રૂ. 16 હજાર પડાવ્યાનું ખુલ્યું

- text


 

બે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે 13મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા : ત્રીજા આરોપીને પકડવાનો બાકી

મોરબી : મોરબીમાં ઇન્સ્ટાગ્રામ ઉપરથી સગીરાને ફસાવીને તેના ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કર્યા બાદ પ્રાથમિક પૂછપરછમાં એક આરોપીએ 4 ફેક આઈડી બનાવી હોવાની અને રૂ. 16 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કોર્ટે બન્ને આરોપીના 13મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના પોશ ગણાતા એક વિસ્તારમાં રહેતી સગીરાને મોરબીના જ લુખ્ખા, મવાલીએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પ્રેમ જાળમાં ફસાવી હતી. ઇન્સ્ટાગ્રામ આઇડીમાં ફ્રેન્ડ બન્યા બાદ આ લુખ્ખાએ પોતાની અસલિયત બતાવી સગીરા પાસેથી નાણાંની માંગણી કરી પોતાના અન્ય મિત્ર સાથે દોસ્તી કરવા દબાણ કરી ફેક આઈડી મારફતે બીજા લુખ્ખાને પણ સગીરા રૂપી શિકાર ભેટમાં આપી બિભીત્સ ફોટા વિડીયો અને આ લુખ્ખા આરોપી કહે તેવા દ્રશ્યો સાથેના ફોટા, વિડીયો આપવા દબાણ કરવાની સાથે ત્રીજા આરોપી સાથે પણ મિત્રતા કરાવી સગીરાનું શોષણ કર્યું હતું.

- text

મોરબી શહેરના અલગ – અલગ વિસ્તારમાં સગીરાને બોલાવી નરાધમોએ દેહ અભડાવવાની સાથે સગીરાના બિભીત્સ ફોટા વિડીયો મેળવી લઈ ભોળપણમાં રહેલી સગીરા પાસેથી નાણાં પણ પડાવી લેતા અંતે હતાશ બનેલી આ સગીરાના પરિવારજનોનેને આ બાબતની જાણ થતાં હિંમત પૂર્વક ત્રણેય લુખ્ખાઓ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના પગલે પોલીસે મિત ચંદુભાઈ સીરોયા ઉ.વ.22 રહે. સામાકાંઠે, આર્યન શબ્બીરભાઈ સોલંકી ઉ.વ.21 રહે. વિશિપરાવાળાની ધરપકડ કરી હતી. બાદમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મિત સીરોયાએ 4 અલગ અલગ ફેક આઈડી બનાવી તેના મારફત સગીરાનર ઈમોશનલ બ્લેકમેઈલ કરી રૂ. 16000 પડાવ્યા હતા. આ આરોપી એક વર્ષથી સગીરાના સંપર્કમાં હતો.

પોલીસે આ બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે બન્ને આરોપીના તા.13 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી બીજા આરોપી આર્યનની ભૂમિકા અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. વધુમાં હજુ ત્રીજો આરોપી પકડવાનો બાકી હોય, પોલીસે આ અંગે તજવીજ હાથ ધરી છે. જો કે ત્રીજો આરોપી સગીર હોવાની વાતો પણ સંભળાઈ રહી છે.

- text