ચંદ્રપુરની ભુરીયા હનુમાનજીની જગ્યાએ 12 મેથી યોજાશે શિવકથા

- text


 

વાંકાનેર : ભુરિયા હનુમાનજી સેવકગણ તથા સમસ્ત ભાટીયા સોસાયટી દ્વારા આગામી તારીખ 12 મેથી શિવ મહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનું ભુરીયા હનુમાનજીની જગ્યા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પાવનકારી શિવપીઠ પર શિવપુર નિવાસી શાસ્ત્રીજી પુનિત મહારાજ બિરાજી રસપ્રદ શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. કથા દરમિયાન સમગ્ર પૂજા વિધિ અને પ્રસંગો શાસ્ત્રીજી ગોપાલભાઈ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવશે.

- text

કથા અંતર્ગત પોથીયાત્રા તારીખ 12 મેના રોજ સવારે 9:00 કલાકે રઘુનાથજી મંદિર, ભાટીયા સોસાયટી ખાતેથી પ્રસ્થાન થઇ નગરયાત્રા બાદ શિવધામ પહોંચશે. કથા દરમિયાન મંગલાચરણ, ગ્રંથ મહિમા, જ્યોતિર્લિંગ પ્રાગટ્ય, સતિ પ્રાગટ્ય નૃસિંહ પુરાણ, પાર્વતીજી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટ્ય, દ્વાદશ જ્યોતિર્લિંગ, શ્રીદેવી મહાપૂજન તથા જ્ઞાનયજ્ઞ વગેરે પ્રસંગો સાથે કથાની પૂર્ણાહુતિ તારીખ 20ના રોજ થશે. દીપ પ્રાગટ્ય અને આશીર્વચન માટે ધામેધામથી સંતો-મહંતો પધારશે.

- text