જોગધ્યાન પુરા આશ્રમમાં ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુનો 45મો નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાશે

- text


12 મેના રોજ ભવ્ય શોભાયાત્રા, ગુરુદેવ પૂજનવિધિ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો

મોરબીઃ થાનગઢ સ્થિત જોગધ્યાન પુરા આશ્રમ ખાતે આધ્યાત્મિક ગૌરવ સમા, સિદ્ધાવતાર અનંત વિભૂષિત 1008 સદગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની 45મી નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. 12 મે ને ગુરુવારના રોજ આ મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, ગુરુદેવ પૂજનવિધિ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જ્યારે 11 મેના રોજ રાત્રે સંતવાણી યોજાશે.

12 મેના રોજ સવારે 7-30 કલાકે પૂજ્ય ગુરુદેવ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં પૂજ્ય ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ રાજમાર્ગો ઉપર સવારી કરી ભક્તજનોને દર્શન અને આશીર્વાદ આપશે. સમગ્ર શોભાયાત્રાનું આયોજન જોગ ધૂન મંડળ- થાન કરશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ટ્રસ્ટીમંડળ તથા સર્વે ગુરુ ભાઈઓ-બહેનો સાથે વિદ્વાન ભૂદેવો વેદોક્ત મંત્રો અને સંગીતસહ ગુરુપૂજન વિધિ કરશે. સવારે 10 કલાકે ધ્વજારોહણ થશે. ધ્વજારોહણના મુખ્ય યજમાનશ્રી રવિકુમાર શાંતિલાલ દેત્રોજા-નવાગામ વાળા છે. ત્યારબાદ બપોરે 12-15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન રાખવામાં આવ્યું છે.

- text

મહોત્સવના આગલા દિવસે એટલે કે 11 મેના રોજ રાત્રે 9 કલાકે દિપ પ્રાગટ્ય થશે. ત્યારબાદ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં જૂનાગઢના પૂજાબેન ચૌહાણ, દિવ્યેશભાઈ જેઠવા, સાહિત્યકાર-હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર અને સુરેશભાઈ પટેલ, સાંજીંદા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે.

- text