મોરબીમાં પાટીદાર સમાજના સમૂહલગ્નમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા

- text


માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર આયોજિત 24માં સમૂહલગ્નમાં જોડાઈને નવદંપતીઓએ વૃક્ષારોપણના સંકલ્પ લીધા, ઘડિયા લગ્નને જોરદર સમર્થન મળતા સમૂહલગ્નમાં સંખ્યા ઘટી, નવદંપતિઓએ ગીતા, રામાયણ, શિક્ષાપત્રીની ભેટ

મોરબી : માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર દ્વારા મોરબીના જોધપરમાં આવેલ કડવા વિદ્યાર્થી ભવન ખાતે પાટીદાર સમાજના 24માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર સમાજના 12 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી નવી સાંસારિક જીવનની સફર શરૂ કરી છે. આ તમામ નવ દંપતીઓએ ઉમિયા પરિવારની દરેક દંપતીના ઘરે વૃક્ષ વાવીને ઉછેર ઉછેરવાની પ્રણાલિકાના સંકલ્પ લીધા હતા.

પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્નની પ્રથાને પ્રચડ સમર્થન મળ્યું છે. કોરોના કાળ દરમિયાન સમૂહલગ્ન ન યોજાતા હોય ત્યારે સમય અને પૈસાની બચત માટે મહત્વના ઘડિયા લગ્નનું મહત્વ વધતા છેલ્લા બે વર્ષમાં પાટીદાર સમાજમાં 839 જેટલા ઘડિયા લગ્ન થયા હતા. આ ઘડિયા લગ્નને કારણે સમૂહલગ્નમાં સંખ્યા ઘટી એ બાબતને સરાહનીય ગણાવી છે. પાટીદાર સમાજના સમૂહલગ્નમાં મહંત દામજી ભગત, રાજયમંત્રી બ્રિજેશ મેરજા, જેરામભાઈ વાસદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, અજય લોરીયા, અરવિંદભાઈ વાસદડિયા, સુરેશભાઈ દેસાઈ, બેચરભાઈ હોથી, વલમજીભાઈ અમૃતિયા, વેલજીભાઈ પટેલ, ગોવિંદભાઈ વરમોરા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવદંપતિઓને શુભાષીશ પાઠવ્યા હતા.

સમૂહલગ્નમાં નવદંપતિને સોના-ચાંદીના આભૂષણો,ગીતા, રામાયણ, શિક્ષાપત્રી, જીવન ઉપયોગી પુસ્તકો સહિતની 63 જેટલી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમૂહલગ્નને સફળ બનાવવા ઉમિયા પરિવારના પ્રમુખ ડો.મનુભાઈ કૈલા, ઉપપ્રમુખ મણીલાલ સરડવા, જયંતીભાઈ પડસુબિયા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, વિનોદભાઈ કૈલા, મંત્રી જયંતિભાઈ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, મગનભાઈ અઘારા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text