એ… ગયો ! મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર ટ્રકની પલ્ટી

- text


ટ્રક પલ્ટી ગયા બાદ વીજ પોલ પણ તૂટ્યો, ભારે ટ્રાફિકજામ

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ટ્રેકે ઓચિંતા જ પલ્ટી મારી દીધી હતી. આ ટ્રક પલ્ટી મારી ગયા બાદ વીજ પોલ હડફેટે ચડતા વિજપોલ પણ તૂટી ગયો હતો. આથી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વિસ રોડમાં આજે સવારે પસાર થઈ રહેલા એક ટ્રકના ચાલકે કોઈ કારણોસર ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. ટ્રક પલ્ટી મારી ગયા બાદ વીજ પોલ તૂટી ગયો હતો. આથી સર્વિસ રોડ બ્લોક થઈ ગયો હતો.જેથી ભારે વાહન વ્યવહાર ઠપ્પ થતા વાહનોની કતારો લાગી હતી. સવારે કામ અર્થે નીકળેલા લોકો ટ્રાફીકમાં ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- text

- text